તા.૨૪.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના જેકોટ રેંટિયા વચ્ચે દરવાજા પર બેસેલ ૨૩ વર્ષીય યુવક ચાલતી ટ્રેનએ પડી જતા મોત નીપજ્યું
આજરોજ મંગળવાર ૯ કલાકે રાજકીય રેલ્વે પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર ૨૩ વર્ષીય મોહમ્મદ વસીમ રઝા જે સોમનાથ જબલપૂર એકપ્રેસ ટ્રેનમાં બેસી પલામુ રાજ્ય ઝારખંડ. લાલટનગંજ શાહપુર તરફ જઈ રહ્યો હતો જાણવા મળ્યા અનુસાર આ યુવક ટ્રેનના દરવાજા પાસે ઉભો હતો ત્યારે તેને ઝોકું આવતા ચાલતી ટ્રેન માથી યુવક નીચે પડતા યુવકને શરીરે હાથ પગે ગંભીર ઈજાઓ થવા પામી હતી.કોઈ ઈસમ સોમનાથ જબલપૂર એકસપ્રેસ ટ્રેન માંથી પડી જવાની જાણ રાજકીય રેલ્વે પોલીસ અને આર.પી.એફ પોલીસને કરવામા આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી