MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ‘ન્યુ મનોજ ગાંઠીયા’ સામે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ: રાત્રે ૧૨ વાગ્યા સુધી ધંધો અને ગંદકી કરતા હોવાની રાવ

 

MORBI:મોરબીમાં ‘ન્યુ મનોજ ગાંઠીયા’ સામે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ: રાત્રે ૧૨ વાગ્યા સુધી ધંધો અને ગંદકી કરતા હોવાની રાવ

શહેરના વ્યસ્ત ગણાતા લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ મહાવીર ચેમ્બરમાં પૂરી-શાક અને ગાંઠીયાની લારી ચલાવતા “ન્યુ મનોજ ગાંઠીયા”ના માલિક કિરીટભાઈ જોશી સામે સ્થાનિક વેપારીઓએ મોરચો માંડ્યો છે. લાંબા સમયની પરેશાની બાદ આખરે વેપારીઓનો પિત્તો છટક્યો છે અને તેઓએ આ મામલે પોલીસ તેમજ મહાનગરપાલિકાના દ્વાર ખખડાવ્યા છે.

સ્થાનિક વેપારીઓએ એકઠા થઈને ન્યુ મનોજ ગાંઠીયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં મુખ્યત્વે નીચેની બાબતો સામે આવી છે:

ગેરકાયદેસર દબાણ અને ગંદકી: લારીધારક દ્વારા અન્ય દુકાનોની બહાર દબાણ કરવામાં આવે છે. રાત્રિના સમયે અખાદ્ય કચરો અને ગંદકી ત્યાં જ છોડી દેવાતી હોવાથી સવારે વેપારીઓને દુર્ગંધનો સામનો કરવો પડે છે.

CCTVમાં કેદ થઈ શરમજનક કરતૂત: વેપારીઓનો આક્ષેપ છે કે ગાંઠીયાની લારીનો સ્ટાફ રાત્રિના સમયે આજુબાજુની દુકાનોની આગળ જ લઘુશંકા (પેશાબ) કરે છે. આ સમગ્ર શરમજનક ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ ચૂકી છે, જે પુરાવા તરીકે રજૂ કરાઈ છે.

નિયમોનું સરેઆમ ઉલ્લંઘન: “શહેરમાં અન્ય તમામ ધંધા-રોજગાર રાત્રે ૧૧ વાગ્યે બંધ થઈ જતા હોય, તો અહીં રાત્રે ૧૨-૧૨ વાગ્યા સુધી ધંધો કેમ ચાલુ રાખવા દેવાય છે?” તેવો વેપારીઓએ તીખો સવાલ ઉઠાવ્યો છે.

આ મામલે સ્થાનિક વેપારીઓ દ્વારા પોલીસ મથકમાં લેખિત અરજી આપીને તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. બીજી તરફ, મામલો ગરમાતાં જ મોરબી મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પાલિકાના અધિકારીઓએ સ્થિતિની સમીક્ષા કરી વેપારીઓને ખાતરી આપી છે કે આ દબાણ અને ગંદકીના ન્યુસન્સ સામે ટૂંક સમયમાં જ યોગ્ય અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!