હાલોલ:પાવાગઢ નજીક ટપલાવાવના જંગલમા 28 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવતા ચકચાર મચી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૧૦.૨૦૨૫
પાવાગઢ તળેટીમાં આવેલ ટપલાવાવ ના જંગલમાં સાવલી તાલુકાના લાંછનપુર ગામ ના 28 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામી હતી.જીવન ટુંકાવતા પહેલા યુવાને પોતાના ભાઈ ને તેને પરિવાર નું ધ્યાન રાખજે તેમ કહી લોકેશન શેર કરતા તેનો ભાઈ ઘટના સ્થળે દોડી આવતા પોતાના ભાઈ ને ગળે ફાસો ખાધેલી હાલતમાં જોતા ડગી ગયો હતો.બનાવ સંદર્ભે પાવાગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી પ્રાથમિક તપાસ બાદ અકસ્માત મોતનો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી આવ્યું છે.પોલીસ સૂત્રો દ્વવારા જાણવા મળેલી માહિતી મુજબ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુર ગામે રહેતો કમલેશ દેવજીભાઈ પરમાર ઉ.વ. 28 ના ઓ કામ પર જાઉં છું કહી ઘરેથી નીકળી પાવાગઢ તળેટીમાં આવેલ ટપલાવાવ ના જંગલમાં આવી કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જોકે તે પહેલા તેના ભાઈ ના મોબાઈલ પર મેસેજ કરી જાણ કરી હતી કે તેના પરિવાર નું ધ્યાન રાખજે તેમ જણાવ્યું હતું. તદુપરાંત પોતે જે જગ્યા ઉપર છે તે લોકેશન ના શેર કર્યું હતું જેને લઇ તેના ભાઈ ને અજુગતું લાગતા મિત્રો તેમજ સંબંધી સાથે જણાવેલ લોકેશન પર દોડી આવ્યા હતા.ત્યારે કમલેશ ઝાડ પર દોરી બાંધી ગળે ફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.બનાવ ની જાણ પાવાગઢ પોલીસ ને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ અકસ્માત મોતનો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વધુ તપાસ હાથધરી છે.








