કાલોલ ના વેજલપુર સર્વોદય વિકાસ પ્લે સેન્ટર દ્વારા બાળકોને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા.

તારીખ ૦૮/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ પ્લે સેન્ટરના નાના બાળકોએ ૧૫ મી ઓગસ્ટ ના રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાની યોગ્યતા બતાવી પ્લે સેન્ટરની આગવી ઓળખ બતાવી તેવા બાળકોનુ વેજલપુર સર્વોદય વિકાસ પ્લે સેન્ટર દ્વારા સન્માન કરાયું તેમજ પ્લે સેન્ટર દ્વારા ચાલતા કોમ્પ્યુટર તાલીમ વર્ગમાં કોમ્પ્યુટરની તાલીમ લીધેલ યુવા મિત્રોને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.જ્યારે પ્લે સેન્ટરના બાળકોને સન્માન પત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અમદાવાદ મુકામે તાલીમ માં શ્રેષ્ઠ ટાઈમિંગ અને કોમ્પ્યુટરની તાલીમ લીધેલ એવા સોહિલભાઈ જમાલ નું પણ પ્લે સેન્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેઓએ અમદાવાદ મુકામે મેળવેલ સન્માન પત્ર અને ટ્રોફી મેળવેલ તેવા સોહીલભાઈ જમાલ કોમ્પ્યુટરના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બિરુદ આપી તેઓનુ સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓને સન્માનપત્ર અને ટ્રોફી પ્લે સેન્ટરના પ્રમુખ તેમજ સંસ્થાના તમામ હોદ્દેદારોના હસ્તે આપવામાં આપી અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેઓ એ શાળાનું કામ સુંદર બને તેવી આશા સેવી અને બાળકો નેક ઈમાનદાર અને ધાર્મિક બને તેવી શુભેચ્છા પાઠવી હતી.





