GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલના SP હિમાંશુ સોલંકીની મહેસાણા બદલી થતા વિદાય સમારોહ યોજાયો

IBના SP હરેશ દુધાત હવે પંચમહાલનો કાર્યભાર સંભાળશે.

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલના SP હિમાંશુ સોલંકીની મહેસાણા બદલી થતા વિદાય સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યમાં થયેલી તાજેતરની IPS અધિકારીઓની બદલીમાં પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) હિમાંશુ સોલંકીની મહેસાણા ખાતે બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના SP હરેશ દુધાતની પંચમહાલના નવા જિલ્લા પોલીસવડા તરીકે નિમણૂક કરવામાં આવી છે.પંચમહાલ જિલ્લામાં પોતાની ફરજ દરમિયાન હિમાંશુ સોલંકીએ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમની સેવાઓની કદર કરતા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તેમના માટે એક વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિદાય સમારોહમાં વિવિધ પોલીસ મથકો અને શાખાઓના અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ હિમાંશુ સોલંકીને ભાવભરી વિદાય આપી અને તેમની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓએ તેમને પુષ્પગુંછ અને ગિફ્ટ આપીને તેમનું સન્માન કર્યું હતું.હિમાંશુ સોલંકીએ પણ પોતાની ફરજ દરમિયાન મળેલા સહકાર બદલ સૌનો આભાર માન્યો હતો. આ સાથે જ ઉપસ્થિત સૌએ તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પંચમહાલ જિલ્લાની પોલીસ હવે નવા SP હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ કાર્ય કરશે.

Back to top button
error: Content is protected !!