કાલોલ ના અલવા ફતેપૂરી નજીક ગત રાત્રિએ થયેલા એક ગોઝારા માર્ગ અકસ્માતમાં ૩૫ વર્ષીય યુવકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત

તારીખ ૦૫/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મલાવ રોડ પર અલવા ફતેપૂરી નજીક ગત રાત્રિએ થયેલા એક ગોઝારા માર્ગ અકસ્માતમાં કાલોલના ૩૫ વર્ષીય યુવકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત નીપજ્યું હતું.ઘટના અંગે મળતી માહિતી મુજબ કાલોલ મામલતદાર કચેરી ખાતે પાછલા છ – એક માસથી આઉટસોર્સ માધ્યમથી પટાવાળા તરીકે ફરજ બજવાતા તુષારકુમાર અશોકભાઈ જોષી રહે. કાલોલ, મૂળ રહે. વેજલપુર પાવાગઢ વડા તલાવ ખાતે પંચમહોત્સવમાં જઈ રહ્યા હતા તે વેળાએ અલવા ફતેપુરા નજીક પોતાનું વહન અટકાવી પેશાબ કરવા ઊભા હતા તે વેળાએ સામે તરફથી આવતા ટ્રેકટરના ચાલકે પોતાનું વાહન બેદરકારી પૂર્વક હંકારી રસ્તાના સેઢે ઉભેલા હંગામી કર્મચારીઓને અડફેટે લીધો હતો. અકસ્માતને પગલે માથા અને છાતીના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો જ્યાં અદ્યતન સારવાર મળે તે પૂર્વે ટ્રેકટર ચાલકની બેદરકારીને કારણે તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.






