
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૧૦ ઓગસ્ટ : કચ્છ જિલ્લામાં ૧૩ ઓગસ્ટ સુધી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત “તિરંગા યાત્રા”ના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલી વિવિધ શાળાઓ, હાઈસ્કૂલોમાં તિરંગાની થીમ ઉપર વિવિધ રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે. આવી જ એક સુંદર રંગોળી જિલ્લા સેવા સદન, જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ખાતે શ્રી કચ્છી લેઉવા પટેલ કન્યા વિદ્યામંદિર હરિપર ભુજની બાલિકાઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યાએ કલેક્ટર ઓફિસ પરિસરમાં સુંદર રંગોળી તૈયાર કરવા બદલ બાલિકાઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરીને તેમની કલાને બિરદાવી હતી. આ પ્રસંગે ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈ, એજ્યુકેશન ઈન્સ્પેક્ટરશ્રી પૃથ્વિરાજ ઝાલા, મદદનીશ શિક્ષક નિરીક્ષક મૂળજીભાઈ સહિત બાલિકાઓ ઉપસ્થિત રહી હતી.




