
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના પિંપરી ગામની સીમમાં મોટરસાયકલ ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ એસ.ટી. બસમાં અથડાવી દેતા ગંભીર અક્સ્માત સર્જાયો હતો.જેમા મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનુ મોત નિપજ્યુ હતુ. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં જામનવિહિર ગામના વિરુભાઈ પવાર પોતાના કબજાની મોટરસાયકલ રજી. નં.GJ -15-AE-4072 પર સવાર થઈને પિંપરી ગામે જીવન જ્યોત સ્કૂલની સામે વળાંકમાંથી પસાર થઈ રહ્યા હતા.તે વેળાએ મોટરસાયકલ ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે રોંગ સાઈડમાં હંકારી લાવી સરકારી એસટી બસ રજી. નં.GJ -18-Z-8462 સાથે અથડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક વિરુભાઈ ને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યુ હતુ.આ અકસ્માતને પગલે વઘઈ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..




