રાજુલાના ખાખબાઈ ગામે આહિર સમાજની વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
અનેક મહાનુભાવો રહ્યા હાજર
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલાના ખાખબાઈ ગામે આહિર સમાજની વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
આયુષ્માન ભવ: અભિયાન કાર્યક્રમ અંતર્ગત ઈમરજન્સી સમયે સરળતાથી બ્લડ મળી રહે તેના ભાગ રૂપે રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે સ્વ.મગનભાઈ ઉકાભાઈ કલસરીયાની ઉત્તરક્રિયા નિમિત્તે આરોગ્ય વિભાગના સહયોગ સાથે બ્લડ ડોનેશન કેમ્પનુ સુંદર આયોજન આહિર સમાજની વાડી ખાતે કરવામા આવેલ.કેમ્પમા એકત્રિત થયેલ ૨૭ બોટલ બ્લડ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઈમરજન્સીના સમયે સરળતાથી મળી રહેશે.
રક્તદાન કરવાથી સ્ટ્રેસ લેવલ ઘટે છે અને મેન્ટલી તમે હેલ્ધી રહો છો,હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોકનો ખતરો ઓછો થઈ જાય છે જેવા વિવિધ ફાયદાઓ થતા હોય લોકો દ્વારા એકવાર અવશ્ય રકતદાન કરવામા આવે તેવુ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.નિલેશ કલસરીયા દ્વારા જણાવેલ.જયારે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સનાભાઈ મકવાણા દ્વારા ખાખબાઈ સહિતના આરોગ્ય કેન્દ્રના ગામોમાં બ્લડ ડોનેશન સહિતના કેમ્પો દ્વારા લોકોની આરોગ્ય સુખાકારી વધારવા માટેના પ્રયત્નો કરવામા આવી રહ્યા છે.
ખાખબાઈ ગામે આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમા દિનેશભાઈ મગનભાઈ કલસરીયા,શૈલેષભાઈ મગનભાઈ કલસરીયા,દિપક જોધાભાઈ કલસરીયા,સનાભાઈ મકવાણા,પી.ડી.ચૌહાણ,શૈલેષભાઈ ખસિયા તેમજ ગ્રામજનો અને મહેમાનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટોટલ ૨૭ લોહીની બોટલ એકત્રીત કરી ઈમરજન્સીના સમયે સરળતાથી લોકોને બ્લડ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે પિયુષભાઈ જાદવના હસ્તે શાંતાબા જનરલ હોસ્પિટલ બ્લડ બેન્ક અમરેલીને સમર્પિત કરી અનેરું યોગદાન આપેલ જે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયાની યાદીમા જણાવેલ છે.