
તા.૦૫.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ઝાયડસ હોસ્પિટલની ટીમના સહકારથી ગેલ (ઇન્ડિયા) લિમિટેડ, કમ્પ્રેસર સ્ટેશન ઝાબુઆ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
ગેલ (ઇન્ડિયા) લિમિટેડ, કમ્પ્રેસર સ્ટેશન, ઝાબુઆ ખાતે સિવિલ હોસ્પિટલ ઝાબુઆ અને ઝાયડસ હોસ્પિટલ, દાહોદની ટીમોના સહકારથી રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ નિમિતે રક્તદાન કેમ્પનું ઔપચારિક ઉદ્ધાટન પ્રબુદ્ધ મજુમદાર, જી.એમ. (O&M) અને OIC ગેલ, ઝાબુઆ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન કુલ 70 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ સામાજિક પહેલનો હેતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ કરાવવાનો અને સમાજમાં રક્તદાનના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો હતો. કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. રક્તદાન એ એક મહાન કાર્ય છે જે જીવન બચાવે છે. ગેલ પરિવાર હંમેશા સામાજિક જવાબદારી માટે પ્રતિબદ્ધ રહ્યો છે અને આવા આયોજન દ્વારા સમાજમાં સકારાત્મક યોગદાન આપતો રહેશે. “રક્તદાન – જીવનદાન છે. આવો, આપણે સૌ મળીને આ પુણ્ય કાર્યમાં યોગદાન આપીએ




