કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન હાઇસ્કૂલ ખાતે ગાયત્રી શક્તિપીઠ તરફથી પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું.

તારીખ ૧૩/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ સંચાલિત શ્રી.પી.કે.એસ. હાઈસ્કૂલમાં ગાયત્રી પરિવાર તરફથી પુસ્તક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓએ આ પુસ્તક પ્રદર્શન નિહાળ્યું અને મનગમતું પુસ્તક અડધી કિંમતે ખરીદ્યું.
આ અવસરે મહાનુભવો દ્વારા તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવનાર માહી જગદીશભાઈ પરમાર( ધોરણ 8- અ) કે જેમણે ગાયત્રી પરિવારની પરીક્ષામાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને બારીયા રોનક રયજીભાઈ (ધોરણ 10- અ) કે જેમણે ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે તેમને મહાનુભવો દ્વારા ભેટ આપી બહુમાન કરવામાં આવ્યું. આ ઉપરાંત શાળાના આચાર્ય પંડ્યા અને કુમાર- કન્યા શાળા ના આચાર્ય જીતેન્દ્રભાઈ ને પણ ભેટ આપી બહુમાન કરાયા.
આ પુસ્તક મેળાના પ્રદર્શનમાં શાળાના પ્રમુખ ભરતભાઈ શાહ,રોટરી કલબના મંત્રી રમેશભાઈ પટેલ,કાલોલ તાલુકાના સંગઠનમાં અગ્રણી એવા સુરેન્દ્રભાઈ ચૌહાણ, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના એવા સુભાષભાઈ વરિયા, જ્ઞાન પરીક્ષાના સચિવ મહેશભાઈ જોશી, લલીતભાઈ પરમાર તેમજ કલ્પનાબેન વરિયા તેમજ ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા સદસ્યો અને શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. આ અવસરે સૌએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી.





