
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અમદાવાદ ક્રાઈમ SOGની ટીમે મોડાસાના બે ડ્રગ્સ માફિયાઓને નિકોલ વિસ્તારોમાં થી 48.90 લાખનીના મેફેડ્રોનના જથ્થા સાથે દબોચ્યા.
અમદાવાદ ક્રાઈમ SOG સીટી પોલીસની ટીમે,મોડાસા શહેરના બે ડ્રગ્સ માફિયાઓને અમદાવાદ ના નિકોલના વિસ્તારના ભક્તિ સર્કલ પાસેથી 48.94 લાખની કિંમતનો 489 ગ્રામ 410 મીલીગ્રામ મેફેડ્રોનના જથ્થા સહિત 49.05 લાખના મુદ્દામાલ સાથે બંને આરોપીને દબોચી લીધા હતા.ઝડપાયેલો એક આરોપી મોડાસાના અમરદીપ સોસાયટી અને તિરૂપતિ ગોકુલધામ બંગલોઝનો હોવાનું ખુલ્યું છે.આરોપીઓ વિરૂધ્ધ ડીસીબી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૫૦૨૨૧/૨૦૨૫ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી),૨૨(સી),૨૯ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.એક આરોપી પાસેથી તેના નામનું પ્રેસનું ઓળખ પત્ર મળી આવેલ હોય જે દીશામાં તપાસ હાથ ધરી છે.





