BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી ના મેળા માટે ફૂડ લાયસન્સ માટે કેમ્પ યોજાયો, મેળામાં કોઈ પાસે લાયસન્સ નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે

22 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

અંબાજી ના મેળા માટે ફૂડ લાયસન્સ માટે કેમ્પ યોજાયો, મેળામાં કોઈ પાસે લાયસન્સ નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે.યાત્રાધામ અંબાજી ખાતે આગામી 1 સપ્ટેમ્બર થી 7 દિવસીય ભાદરવીપૂનમનો મેળો ભરાનાર છે જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી દર્શનાર્થે આવતા હોય છે ત્યારે અંબાજીના મેળામાં વેચાતી આરોગ્યપ્રદ વાનગીઓ ફરસાણ અનેક પ્રકારના નાસ્તાઓ તેમજ અન્ય ખાણી પીણીના અનેક સ્ટોલો લાગતા હોય છે ત્યારે યાત્રિકોની આરોગ્ય જોખમાય નહિ તેમજ શુદ્ધ વાનગીઓ મળી રહે તે માટે ખાદ્ય ખોરાકી માટેનું લાયસન્સ લેવાનું ફરજીયાત બનાવાયુ છે ત્યારે કેટલાક વેપારીઓ ઓનલાઇન અરજી કરી શકતા નથી કે પછી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી લાયસન્સ માટે પાલનપુર પણ જઈ શકતા નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાનું ખાદ્ય ખોરાકી નિયમન વિભાગ અંબાજી માં જ એક કેમ્પનું આયોજન કરી વેપારીઓને હાથો હાથ લાયસન્સ આપવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે ફૂડ વિભાગ દ્વારા ઓનલાઇન અરજી તેમજ સ્થળ ઉપરજ લાયસન્સ ફી લઈને ખાધા ખોરાકી વેંચતા વેપારીઓને લાયસન્સ આપતા વેપારીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી. રવિ વણજાણી (પ્રમુખ,વેપારી એસોસિયસન)અંબાજી
હોવાનું જણાવ્યું છે જોકે ફૂડ વિભાગ દ્વારા એમ પણ જણાવાયુ હતું કે મેળા દરમિયાન ખાધા ખોરાકી સામગ્રી વેંચતા તમામ વેપારીઓને લાયસન્સ લેવા ફરજીયાત બનશે અને જો તેમ નહિ કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાનું ખાધા ખોરાકી નિયામક એ જણાવ્યું હતુ

Back to top button
error: Content is protected !!