કચ્છમાં એક્સિડન્ટ નું પ્રમાણ ઘટાડવા ટ્રક ડ્રાઇવરોની આંખની તપાસ માટે કેમ્પ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા- ૨૨ નવેમ્બર : નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે અંધજન મંડળ કે.સી.આર.સી. ભુજ , શ્રી નખત્રાણા લોહાણા મહાજન અને Sight Saver India ના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ અને માર્ગ સુરક્ષા અંતર્ગત ટ્રક ડ્રાઈવર માટે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું . મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.બી. ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન થાય અને ટ્રાફિકના નિયમો બાબતે પ્રજાજનમાં જાગૃતતા આવે, એક્સિડન્ટ નું પ્રમાણ ઘટાડવાના હેતુસર ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રણા વિભાગ નખત્રાણાઓની અધ્યક્ષતામા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે અંધજન મંડળ કે.સી.આર.સી ભુજ દ્વારા તેમજ શ્રી નખત્રાણા લોહાણા મહાજન અને Sight Saver India ના સહયોગ થી ટ્રાફિક અવેરનેસ અને માર્ગ સુરક્ષા અંતર્ગત ટ્રક ડ્રાઇવરોની આંખ ની તપાસ અને સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંધજન મંડળ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ધર્મેન્દ્ર જેના સાઈડ સેવરના શ્રીમતી મીનાક્ષીબેન અંધજન મંડળ ભુજ ના મેનેજર અરવિંદસિંહ ગોહિલ શ્રી નખત્રાણા લોહાણા મહાજન ના પ્રમુખ રાજેશભાઈ પલણ મહામંત્રી નીતિનભાઈ ઠક્કર શ્રી વિરાણી લોહાણા મહાજન ના પ્રમુખ છગનભાઈ આઈયા,વિશનજીભાઈ પલણ,પ્રાગજીભાઈ અનમ વગેરે આગેવાનો ઉપસ્થિત રહેલ નેત્ર નિદાન સારવાર કેમ્પ શરૂ કરવા પહેલાં દીપ પ્રાગટ્ય કરી અને કેમ્પ ખુલ્લું મુકવામાં આવ્યું સવારે ૯.૩૦ થી શરૂ કરવામાં આવેલ કેમ્પ બપોર સુધી ૧૪૫ થી વધુ કચ્છ જિલ્લાના ટ્રક ડ્રાઇવરોની આંખની તપાસણી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે કરવામા આવી.
આ કેમ્પનો ઉદ્દેશ છે કે કચ્છના ટ્રક ડ્રાઇવરો જે રાત દિવસ ડ્રાઇવિંગ કરે છે તેમની આંખ તપાસ થાય અને જરૂરી ચશ્મા દવા કે ઓપરેશન દ્વારા સારવાર આપીને એક્સિડન્ટ નું પ્રમાણ ઓછું કરી શકાય અને લોકોની જિંદગી બચાવી શકાય.તેમજ આ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં લોકો ટ્રાફિકના નિયમોથી અવગત થાય અને ટ્રાફિક ના નિયમોનું પાલન કરે તે ઉદ્દેશને ધ્યાન રાખી નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ વાહન ચાલકોને ટ્રાફિક ના નિયમ વાળા પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું.મોટી ટ્રક તથા ટ્રેલર ચાલકોની આંખોની તપાસ કરવામાં આવેલ તેમને નંબર વાળાઓ ને દૂર ના તેમજ નજીક નાચશ્મા અને ટીપા દવા વગેરેની ફ્રી આપવામાં આવ્યા ઓપરેશન લાયક દર્દીઓને વિનામૂલ્ય ઓપરેશન ભુજ મધ્ધે કરી આપવામાં આવશે અંધજન મંડળ કે.સી.આર.સી ભુજ નાશુભમ રાવત ભુપેન્દ્ર રાવત,મિત્રરાજસિંહ ગોહિલ,સૂર્યદીપસિંહ ગોહિલ,દિપકભાઈ મહેશ્વરી,બાદલભાઈ ભદ્રુ,વિપુલભાઈ મહેશ્વરી,અંધજન મંડળ કે.સી.આર.સી. સ્ટાફ એ નેત્ર નિદાન કેમ્પની કામગીરી કરી હતી …કેમ્પ ને સફળ બનાવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.ડી.બેગડીયા સાહેબ,ટ્રાફિક ઇન્ચાર્જ નિકુંજદાનભાઈ ગઢવીના,માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું











