શહેરા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરાઈ
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના શહેરા-લુણાવાડા મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયેલ હતો. આ રખડતા ઢોરોને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેમાં ટ્રાફિક જામ અને અકસ્માતોના બનાવો પણ સામાન્ય બન્યા હતા. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને શહેરા નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગ પરથી રખડતા ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
શહેરા નગરપાલિકા વિસ્તારમાં હાઈવે પર રખડતા ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો હતો, જેને પગલે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા નગરપાલિકાને રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાને લઈ શહેરા નગરપાલિકાના ચીફ ઓફિસર તેજલબેન મુંધવાની સૂચનાથી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર સિંહ રાઠોડ દ્વારા તેમની ટીમ સાથે નગરમાંથી રખડતા ઢોરોને પકડવાની કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ કામગીરી અંતર્ગત પકડાયેલા તમામ રખડતા ઢોરોને સુરક્ષિત રીતે ગોધરાના પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.