CHHOTA UDAIPURGUJARATNASAVADI
છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદ ની ઉપસ્થિતિમાં ‘આયુષ મેળો’ યોજાયો
મૂકેશ પરમાર,, નસવાડી
છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ મલકાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આયુષ મેળો’ યોજાયો હતો. ૯મો રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ ‘વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા’ થીમ પર ઉજવાયો હતો. જેમાં છોટાઉદેપુરના સાંસદશ્રી જશુભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુરના લોકોએ નિદાન અને આયુર્વેદિક સારવારનો લાભ લીધો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ ‘આયુષ મેળા’ની મુલાકાત લઈ દરરોજની દિનચર્યામાં યોગને સ્થાન આપવા અને આડઅસર વિનાના આયુર્વેદ ઉપચાર પદ્ધતિને આધારે જીવનશૈલીમાં પરિવર્તન કરવાનો અનુરોધ કર્યો હતો. સાંસદશ્રી જશુભાઈ રાઠવાએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આયુષ મેળામાં આયુર્વેદ ઔષધિ, રસોડા અને ઘરઆંગણાની ઔષધિઓનું પ્રદર્શન, સાથે આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન કરાયું હતું. આ સાથે જ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા વિવિધ આરોગ્ય માટે પોષણ યોગ્ય વાનગીઓ પ્રદર્શન મુકવામાં આવ્યું હતું. યોગ ઈન્સ્ટ્રકટરની ટીમ દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. સાથે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રીમતિ શર્મિલાબેન રાઠવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી ગુમાનભાઈ રાઠવા, માજી ધારાસભ્યશ્રી શંકરભાઈ રાઠવા, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ.પારુલબેન વસાવા, ડીસ્ટ્રીક કોર્ડીનેટર ડૉ.રોહીણીબેન પટેલ, આયુષ તંત્ર જિલ્લા પંચાયતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
