GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સ્થિત નગરપાલિકા ના કોમ્યુનિટી હોલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

 

તારીખ ૨૮/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

સંકલ્પ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા તથા કાલોલથી સંકલનકર્તા નિલેશભાઈ સુથારીયા દ્વારા સંયુક્ત રીતે સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ માં નગરપાલિકા પ્રમુખ વકીલ હસમુખભાઈ મકવાણા, કોર્પોરેટર મીનાબેન સુથારીયા,સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ રોહિતભાઈ ડેસરિયા અને સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ ના તમામ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.કાર્યક્રમ માં મુખ્ય વક્તા તથા માર્ગદર્શક તરીકે ડો. પ્રો.નરેન્દ્રભાઇ ડાભી દ્વારા ખુબ જ વિગતવાર અને ઊંડાણ માં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કાલોલ નગર તથા આસપાસના ગામો ના કુલ ૧૨૫ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો.તમામ વિધાર્થીઓ ને સંકલ્પ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા તરફથી કારકિર્દી માર્ગદર્શન પુસ્તિકા તથા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન વિજયભાઈ પ્રણામી,કિરીટભાઈ સમાયા સાથે નિલેશભાઈ સુથારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.કાલોલમાં પ્રથમવાર જ આવો સેમિનાર યોજાયો જે ભવ્ય રીતે સફળ થવા બદલ વિધાર્થીઓ તથા આયોજકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!