BANASKANTHAGUJARATKANKREJ

થરા કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

થરા કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

થરા કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા ના IQAC વિભાગ હેઠળ ઉદીસા અંતર્ગત તા.૨૭/૦૧/૨૦૨૬ ના રોજ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ અને કારકિર્દી અંગે યોગ્ય દિશા મળી રહે તે હેતુથી કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો.કોલેજના પ્રિ.ડો.ડી. એસ. ચારણે ઉપસ્થિત વક્તાઓનું શાબ્દિક સ્વાગત કરી વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થયા પછી ઉપલબ્ધ વિવિધ શૈક્ષણિક પ્રવાહો,સ્પર્ધાત્મક પરીક્ષાઓ,ઉચ્ચ અભ્યાસ ની તકો તેમજ નોકરીલક્ષી કોર્સની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.એસ.વી.કોલેજ ઓફ એજ્યુકેશન અને સુરજબા કોલેજ ઓફ એજ્યુકેશનમાંથી પધારેલ અનુભવી કારકિર્દી માર્ગદર્શક તથા નિષ્ણાત વક્તાઓની ટીમ ડો.મનીષાબેન જાદવ,ડો.ગાયત્રીબેન ગમાર, પ્રા.જયેશ એ પટેલ પ્રા. ઉમંગભાઈ પટેલે વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી ઘડતરના વિકલ્પો,વર્તમાન સ્પર્ધાત્મક યુગમાં જરૂરી કૌશલ્યો,પ્રવેશ પરીક્ષાઓ,અભ્યાસની તકો તેમજ ભવિષ્યની રોજગાર સંભાવનાઓ અંગે વ્યાખ્યાન આપવામાં આવ્યા.વિદ્યાર્થીઓ ના પ્રશ્નોના યોગ્ય અને માર્ગદર્શક જવાબો પણ આપવામાં આવ્યા હતા. રુચિ,ક્ષમતા અને પ્રતિભા ને ઓળખીને યોગ્ય કારકિર્દી પસંદ કરવા સલાહ આપી હતી. આ પ્રસંગે પ્રાધ્યાપક ગણ તથા વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21630

Back to top button
error: Content is protected !!