GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના ચલાલી ખાતે ગેરકાયદેસર રેતી ખનન કરતા 6 ટ્રેક્ટર સહિત ₹36 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો.

 

તારીખ ૧૪/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગામ પાસે ચાલી રહેલા બિન-અધિકૃત રેતી ખનન પર ખાણ અને ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીના આધારે દરોડો પાડીને ₹36 લાખની કિંમતના મુદ્દામાલ સહિત રેતીની હેરાફેરી કરતા છ ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યા હતા, જે તમામ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે.

ગોધરા ખાન ખનીજ વિભાગ દ્વારા મળેલી માહિતીના આધારે ચલાલી ગામના સીમાડે આવેલા વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન, કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે સાદી રેતીનું ખનન કરીને ટ્રેક્ટરો મારફતે તેની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું ધ્યાને આવ્યું હતું.ખાણ અને ખનીજ વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પરથી રેતી ભરેલા કુલ 6 ટ્રેક્ટરને જપ્ત કર્યા હતા. ઝડપાયેલા આ તમામ વાહનો અને તેમાં ભરેલી રેતી સહિતનો મુદ્દામાલ આશરે ₹36 લાખનો હોવાનું અંદાજવામાં આવ્યું છે.પ્રાથમિક તપાસમાં આ ટ્રેક્ટરો પાસે રેતી ખનન કે પરિવહન માટે કોઈ કાયદેસરની પરવાનગી ન હોવાનું જણાઈ આવ્યું હતું.ઝડપાયેલા તમામ છ ટ્રેક્ટરને કાયદેસરની કાર્યવાહી માટે વેજલપુર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. ખાણ અને ખનીજ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરી ગેરકાયદેસર ખનનમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!