વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ ,તા-૧૧ ઓક્ટોબર : ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસ અને આઈસીડીએસ વિભાગ ભચાઉ દ્વારા આર.કે.એસ.કે પ્રોગ્રામ અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવણી નું આયોજન ભચાઉ ના લાકડીયા ગામ ના વિસ્તાર ની આંગણવાડી કેન્દ્રમાં કરવા માં આવ્યું.જેમાં જુના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થસુપરવાઈઝર મંજુબેન ગરવા આંગણવાડી સુપરવાઈઝર પ્રિયાબેન પંડ્યા એડ઼ોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કિરેન કુમાર પાતર, સી.એચ.ઓ. અવનીબેન અને ચાંદની બેન, ફિમેલ હેલ્થ વર્કર અશ્વિનીબેન ,તરુણાબેન પટેલ, ખુશાલીબેન,આંગણવાડી વર્કર, આંગણવાડી હેલ્પર , આશાબેન તેમજ કિશોરી ઓ હાજર રહી હતી.જેમાં પોષણ સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી જે અંતર્ગત કેવો ખોરાક ખાવો જોઈએ, ખોરાક ના છ ઘટકો વિષે તેમજ આઈ.એફ.એ ગોળી તેમજ પૂર્ણા શકિત પેકેટ વિષે વિસ્તૃત માં માહિતી આપી હતી તેમજ માસિક ધર્મ દરમિયાન રાખવાની થતી સ્વચ્છતા તેમજ સેનેટરી પેડ નો ઉપયોગ તેમજ યોગ્ય નિકાલ વિશે માહિતી આપવામાં આવી હતી.
જેમા વાનગી નિર્દર્શન કરવામા આવ્યુ હતુ.જેમાં દરેક કિશોરી ના એચ.બી ચેક કરવા માં આવ્યું હતું. વજન,ઊંચાઈ તેમજ બી.એમ.આઈ પણ કરવામા આવ્યુ હતુ.જે કિશોરી ના એચ.બી ઓછું હતું તેમનું કાઉન્સેલિંગ કરવા માં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું .