વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઈને જોડતા સ્ટેટ ધોરીમાર્ગનાં નડગખાદી હનવંતચોંડ ઘાટ પાસે બુધવારે સવારે સાત વાગ્યાના અરસામાં સિમેન્ટ ભરેલ ટ્રક રજી.ન.GJ-19-X-2469 ઘાટ ઉતરતી હતી તે વેળાએ ડ્રાઇવર એ સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક પલ્ટી મારી ગયો હતો અને અક્સ્માત સર્જાયો હતો.આ ઘટનાની માહિતી ડાંગ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસ.જી. પાટીલને મળી હતી.આ અકસ્માતને લઈને નાયબ પોલીસ અધિક્ષક દ્વારા જાણ કરવામાં આવતા વઘઈ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ એમ.એસ. રાજપૂત અને તેમનો સ્ટાફ તથા આહવા પોલીસ મથકના પીઆઈ એ.ડી.સુથાર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.જોકે અક્સ્માત થતા લોકોના ટોળેટોળા ત્યાં આવી પહોંચ્યા હતા.ત્યારે સ્થાનિક લોકો અને સ્થાનિક આગેવાન રવિન્દ્ર ભીવસન તથા અન્યો લોકોનાં સહકારથી ટ્રકમાં ફસાયેલા ચાલકને જેસીબી દ્વારા ટ્રકમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.અને ચાલકને પોલીસની જીપમાં સારવારનાં અર્થે વઘઈ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.તેમજ ટ્રકના કલીનરને વધુ ઈજા થયેલ હોવાથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ અકસ્માતને પગલે પોલીસ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..