GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની કાતોલ પ્રાથમિક શાળા ખાતે બાળ મેળાનું આયોજન કરાયું

 

તારીખ ૨૯/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગતરોજ શનિવારે કાલોલ તાલુકાની કાતોલ પ્રાથમિક શાળા ખાતે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ પાંચ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ કાગળ કામ છાપકામ કોલાજ વર્ક વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું ચિત્રોમાં રંગપૂરણી કરવી ગમ્મત ગણિત સાદા પ્રયોગો બાળગીતો બાળ અભિનય ગીત બાળવાર્તા પશુ પક્ષીના મોહરા બનાવવાની પ્રવૃત્તિઓ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ ગુરુજનોના માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું જેમાં શાળાના આચાર્ય સહિત સૌ શિક્ષકો દ્વારા તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!