BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ: SOGએ વિશ્વાસ પ્રોજેક્ટના ઉપયોગથી ચોરીની 3 બાઈક સાથે આરોપીની કરી ધરપકડ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને માહિતી મળી હતી કે એ ડિવિઝન પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ મોટર સાયકલ લઈ એક ઈસમ ભરૂચ રેલ્વે સ્ટેશનથી કસક સર્કલ તરફ જાય છે જે માહિતી આધારે તાત્કાલીક કસક સર્કલ નજીક મો.સા. નંબર-GJ-16-AC-2137ના ચાલકની વોચમાં હતા.
તે દરમ્યાન બાતમી વાળી બાઈક આવતા આરોપી દસ્તગીર શરિફશા દિવાનની પૂછપરછ કરતા તેણે ત્રણેક વર્ષ પહેલા મઢુલી સર્કલ, ખાતેથી મો.સા. નંબર-GJ-16-AC-2137 થી ચોરી કરી હતી તેમજ એક માસ પહેલા ભરૂચ તવરા રોડ, ઝાડેશ્વર ચોકડી ખાતેથી એક સ્પેલન્ડર પ્લસ મો.સા.-MH-14-DG-1207 ની ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી તેની પાસેથી રૂ.40 હજારની કિંમતની ચોરીની ત્રણ બાઈક કબ્જે કરી હતી.

1
/
107
રસ્તા-ગટર જેવી પ્રાથમિક સુવિધાઓન મળતા મહાનગરપાલિકા કચેરીએ ઘેરાવ: શનિવારે ચક્કાજામની ચીમકી
MORBI:SIRની કામગીરીમાં છેલ્લા દિવસોમાં હજારો વાંધા અરજી થવા બાબતે:કોંગ્રેસે કલેક્ટરને આવેદન પાઠવ્યું
છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સઘન મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિઓ અંગે આક્ષેપો
1
/
107


