GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના ઘુસર ગામની પ્રાથમિક શાળાના બાળકો પાસે સફાઈ કરાવતા હોવાનો વિડિયો વાઈરલ

 

તારીખ ૦૮/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ઘુસર ગામની પ્રાથમીક શાળા ના બાળકો પાસે સાફ સફાઈ કરાવાતી હોય તેવો બે વિડિયો વાઈરલ થતા સમગ્ર શૈક્ષણિક આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્કુલ યુનિફોર્મ મા બાળકો સાવરણી અને બાલટી લઈને બાળકો શાળા ની બહાર સફાઈ કરતા હોય તેવો વિડીઓ બનાવી કોઈક ઈસમે વાઈરલ કરતા નાના કુમળા બાળકો પાસે શિક્ષણ આપવાનને બદલે મજુરી કરાવાતી હોવાનુ બહાર આવ્યુ છે. હાલમાંજ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારના મોટા મોટા સ્લોગન,”સૌ ભણે અને સૌ આગળ વધે”માત્ર ને માત્ર શાળાના દીવાલ પૂરતું તેમજ કાગળો પુરતુ જ રહી ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે શુ આ રીતના સૌ બાળકો ભણશે? બાળકોને શાળા બહાર તેમજ અન્ય આજુ બાજુમાં સાફ સફાઈ કરવામાં આવે છે જો સાફ સફાઈ દરમિયાન કોઈ સાપ કે અન્ય ઝેરી જીવ જંતુ આ નાના બાળકોને કરડે અને જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? ત્યારે આ ઘૂસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરી રહ્યા ત્યાં જ શાળાની બહાર શિક્ષકોની મોંઘીદાટ ગાડીઓ પણ જોવા મળી હતી ત્યારે આ બાળકો સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યાં આજુ બાજુ લીલું ઘાસ તેમજ ચોમાસામાં ઉગી નીકળેલ છોડ તેમજ રસ્તા ઉપરની ગંદકી પણ દૂર કરતા વિદ્યાર્થીઓ એક જાગૃત નાગરિકના કેમેરામાં કેદ થઈ ગયા હતા.શાળાની સાફ સફાઈ કરાવવાની જવાબદારી શાળાના આચાર્યની હોય છે ત્યારે સફાઈમાં નામે ખર્ચ તો પાડતા હશે પણ તેની સામે સાફ સફાઈ શાળાના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ ચોથા ધોરણના વિદ્યાર્થીઓ સાફ-સફાઈ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ઘૂસર ગામે આવેલ શાળાનાની તપાસ કરીને આ નાના ભૂલકાઓ પાસે ક્યાં શિક્ષક દ્વારા આ સાફ સફાઈ કરાવામાં આવી હતી તેની સામે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!