DHANSURAGUJARAT

મોડાસાના બાજકોટ પાસે બાઈક પરથી બિયરનો જથ્થો ઝડપાયો, 2 ઈસમ સહીત દારૂ મંગાવનાર સામે નોંધાઈ ફરિયાદ 

અરવલ્લી

અહેવાલ: ધનસુરા

મોડાસાના બાજકોટ પાસે બાઈક પરથી બિયરનો જથ્થો ઝડપાયો, 2 ઈસમ સહીત દારૂ મંગાવનાર સામે નોંધાઈ ફરિયાદ

મોડાસા ટાઉન વિસ્તારના બાજકોટ થી ચાણક્ય સ્કૂલ બાજુ સાયરા ગામ તરફથી આવતી બાઈક શંકાસ્પદ લાગતા પોલિસ દ્વારા બાઈકને ઉભી રાખતા પૂછપરછ હાથ ધરતા તેમજ બાઈક પર રહેલ કારા કલરના થેલામાં તપાસ કરતા બિયર નંગ 24 મળી આવ્યા હતા. રસ્તા પર વાહનોની અવર જવર હોવાના કારણે વધુ પુછ પરછ હિતાવત ન લાગતા ટાઉન પોલિસ સ્ટેશન ખાતે લાવેલ જ્યાં તપાસ કરતા દારૂની હેરાફેરી કરનાર 1 જગદીશભાઈ બાબુભાઇ ચમાર 2 પ્રેમ કુમાર અરવિંદભાઈ ચમાર બન્યે રહે ધનસુરા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર જે સામે આવ્યું હતું ત્યારે બાદ વધુ પુછપરછ કરતા દારૂ ક્યાં અને કોને મંગાવ્યો હતો તેની તપાસ કરતા જાણવા મર્યું હતું કે દારૂ  ધનસુરાના અતીત પ્રકાશભાઈ ચૌધરીએ દારૂ મંગાવ્યાનું ખુલ્યું હતું જે સા.કા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ધનસુરાના ચાલુ સરપંચ હેમલતાબેન પટેલના સુપુત્ર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જેમાં તેના સામે પણ ફરિયાદ નોંધાઈ હતી વાહન તપાસ દરમિયાન ટાઉન પોલીસે કાર્યવાહી કરી હતી ૨૪ નંગ બિયરમાં જથ્થા સાથે બેની અટકાયત કરી તપાસમાં ધનસુરાના રહેવાસી આરોપીઓએ મંગાવનારનું નામ આપ્યું હતું આમ ટાઉન પોલીસે બાઈક પર દારૂની હેરાફેરી કરનાર બે ઈસમ સહીત દારૂ મંગાવનાર સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી

Back to top button
error: Content is protected !!