

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન માં કંપની તથા એજન્ટો વિરુદ્ધ ડુબલીકેટ ખાતર પધરાવતા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ સાથે રહી ખેડૂતોએ એફ.આઈ.આર નોંધી.
તારીખ 14/ 8/ 2024 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સાથે જે કંપનીઓએ તથા તેના એજન્ટો દ્વારા ખેડૂતોને નકલી ખાતર ધાબડી દેવામાં આવ્યું હતું તેના કારણે ખેડૂતના પાક અને જમીનને મોટું નુકસાન થયેલ છે તેની લડતમાં સાયલા પોલીસ સ્ટેશન ખાતે આ કંપનીઓ અને એના એજન્ડો વિરુદ્ધ આજે
એફ.આઈ.આર દાખલ કરવામાં આવી હતી.જેમાં આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર ,સુરેન્દ્રનગર લોકસભા પ્રમુખ મયુરભાઈ સાકરીયા ,સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠન મહામંત્રી દેવકરણભાઈ જોગરાણા ખેડૂતોને સાથે રાખી અને સાયલા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા


