GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેરની સર્વોદય સોસાયટીમાં ઘર આંગણે લોક કરી મુકેલ મોટરસાયકલ ની ચોરી થતા નોંધાઈ ફરિયાદ

 

તારીખ ૦૭/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલની સર્વોદય સોસાયટીમાં રહેતા મોહસીન બાબુભાઈ શેખ દ્વારા નોંધાયેલી ફરિયાદ ની વિગત જોતા તેઓની સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ મોટરસાયકલ જીજે-૧૭-સીસી-૭૪૯૩ જે બુધવારના રોજ રાત્રિના ૯ કલાકે પોતાના ઘર આંગણે લોક કરી મૂકી હતી ત્યારબાદ રાત્રિના સવા કલાકે ગાડી ચાલુ થવાનો અવાજ આવતા તેઓ જાગી ગયા હતા અને ઘરનો દરવાજો ખોલી જોતા પોતાની મોટરસાયકલ જણાઈ નહીં જેથી તેઓએ આસપાસ તપાસ કરી હતી અને આજ દિન સુધી તપાસ કરવા છતાં પણ મોટરસાયકલ નહીં મળતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 50,000 ની મોટર સાયકલની ચોરી અંગે અજાણ્યા ઈસમ સામે કોઈ પણ રીતે લોક ખોલી મોટરસાયકલની ચોરી કરવા બદલનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

 

Back to top button
error: Content is protected !!