GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના હિંમતપુરા માધવ હોટલ પાસેથી રૂ 45000/ ની મોટરસાયકલ ની ચોરી થતા નોંધાઈ ફરિયાદ.

 

તારીખ ૨૮/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વ્યાસડા ગામે રહેતા અને ફેબ્રિકેશનનું વ્યવસાય કરતા નરેશકુમાર બાબુભાઈ પરમાર દ્વારા નોંધેલ ફરિયાદ ની વિગત જોતા તેઓ પોતાની પલ્સર મોટરસાયકલ લઈને 14 માર્ચના રોજ પોતાના બનેવી સાથે હિંમતપુરા ગામે માધવ હોટલના ઉદઘાટનમાં ગયા હતા અને ત્યાં મોટરસાયકલ લોક કરીને મૂકી હતી સાંજના 7=30 કલાકે મોટરસાયકલ લેવા જતા મોટરસાયકલ જોવા મળી નહીં તેઓએ આસપાસ તપાસ કરતા મોટરસાયકલ મળી આવી નહીં ત્યારબાદ 25 માર્ચના રોજ તેઓએ એફઆઇઆર નોંધાવી હતી જે બાદ આજ રોજ કાલોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર સામે રૂપિયા 45,000 ની મોટરસાયકલની ચોરી અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!