
વિજાપુર જૂના ફુદેડા અંગણવાડી મા ભણતી જન્મ જાત અવાજ ની તકલીફ વાળી બાળકી નો આરબીએસકે ટીમે ઓપરેશન કરાવી સુંદર અવાજ અપાવ્યો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કિલકારી કરતા નાના બાળકોની સુંદર મજાની દુનિયા માં જ્યારે કોઈ બાળક ના અવાજ માં જન્મ થી તકલીફ હોય અવાજ તીણો આવતો હોય અને જમવા માં તકલીફ પડતી હોય તો એ બાળક ને દુનિયા ફિકી લાગે છે. આવો જ એક બાળક જૂના ફુદેડા ગામ માંથી આંગણવાડી મા અભ્યાસ કરતી એક બાળક 4B ની આરોગ્ય ની તપાસ કરતી આરબીએસ કે ટીમ તપાસ દરમ્યાન મળી આવ્યો હતુ. જૂના ફુદેડા ગામ માં મધ્યમ વર્ગીય પરિવાર માં એક કપાયેલા તાળવાવાળી બાળકી નો જન્મ થયો. ત્યારે એ પરિવાર ની ખુશી દુખ માં બદલાઈ ગઈ હતી. આ બાળકી જેમ જેમ મોટી થઈ એમ બોલવામાં તકલીફ પડવા લાગી હતી.અને જમવા માં તકલીફ પડવા લાગી હતી. જૂના ફુદેડા ખાતે આવેલ આંગણવાડી માં આરબીએસકે ટીમ બાળકો ના આરોગ્ય તપાસ કરવામાં આવી હતી ત્યારે આ બાળક ને પણ આંગણવાડી માં તપાસ માટે લાવવામાં આવ્યું ત્યારે તપાસ કરતાં બાળકીને કપાયેલા તાળવાની તકલીફ જણાઈ આવતા સંદર્ભ કાર્ડ ભરી આ જન્મ જાત ખામી વિશે વાલી ને સમજ આપી અને ઓપરેશન માટે લઈ જવાનું કહેવામા આવતા પરીવાર જનો ઓપરેશન માટે તૈયાર થયા નહતા બાળકી જીવન ઉદભવેલ ખોડ ખાપણ ના રહે તે માટે આરબીએસકી ટીમે હિમ્મત હાર્યા વગર બાળકી ના પરીવાર જનો ને અથાગ પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. આ બાબતે આરબીએસકે ટીમે આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર અને સરદારપુર પીએચસી ના મેડિકલ ઓફિસર ને જાણ કરવામાં આવી હતી તાલુકા હેલ્થઓફિસર ને તાલુકા એસબીસીસી ટીમ ને સાથે બાળકના પરીવાર જનો ને સમજાવા માટે મોકલી આપવા નુ કહેતા.મેડિકલ ઓફિસર તાલુકા એસબીસીસી ટીમ ના સભ્ય મુકેશભાઈ ચૌહાણ અને રેણુકાબેન મકવાણા દ્વારા બાળક ના વાલીને સમજાવ્યા હતા. આખરે છેલ્લા 4 વર્ષની આરબીએસકે ટીમ ની મહેનત અને તાલુકા એસબીસીસી ટીમ ના પ્રયાસ થી બાળક ના વાલી પરીવાર જનો ઓપરેશન માટે તૈયાર થઈ ગયા હતા બાળકીને શંકુસ મેડીસિટિ હોસ્પિટલ ખાતે તા 12/6/2025 ના રોજ બાળકી ની ઓપરેશન માટે રિફર કરવામાં હતી જેના 18 દિવસો બાદ રજા મળતા બાળકી ની જન્મજાત થયેલ તળવા ની તકલીફ દૂર થતા બોલવામાં તેમજ જમવા મા પણ કોઈ તકલીફ નહિ રહેતા બાળકી ના પરીવાર જનો મા આરબીએસ કી ટીમ ની સેવાથી ખુશી વ્યાપી હતી.




