સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વોર્ડ સીમાંકન અને બેઠક ફાળવણી અન્વયે પરામર્શ બેઠક યોજાઈ

તા.04/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રાજ્ય ચૂંટણી આયોગના કમિશનરના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સવારે 11:30 કલાકે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વોર્ડ સીમાંકન અને બેઠક ફાળવણીના તા.17 સપ્ટેમ્બર, 2025ના પ્રસિદ્ધ થયેલા પ્રાથમિક આદેશ અન્વયે શહેરી ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુરેન્દ્રનગરની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી પરામર્શ બેઠક યોજાઈ હતી જેમાં મુંબઈ પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન નિયમો (શહેરમાં વોર્ડોનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી)- 1994, નિયમ 8ની જોગવાઈ મુજબ આદેશ અન્વયે નવીન અસ્તિત્વમાં આવેલ સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વોર્ડ સીમાંકન અને બેઠક ફાળવણી સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગમાં નોંધાયેલા માન્ય રાજકીય પક્ષો તરફથી રજૂ થયેલ વાંધા અરજી અને સૂચનો મુજબની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પરામર્શ બેઠકમાં માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધીઓ દ્વારા બેઠક ફાળવણી, વોર્ડ રચના સહિતના પ્રશ્રોની ચર્ચા કરવામાં આવી હતી જેમાં શહેરી ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુરેન્દ્રનગર તથા સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ તથા સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના જવાબદાર અધિકારીઓ અને રાજ્ય ચૂંટણી આયોગમાં નોંધાયેલા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.
				



