ARAVALLIBHILODAGUJARAT

ભિલોડાના મોટા કંથારીયા સેજામાં મોટા કંથારીયા ગામે પોષણ ઉત્સવ 2024- 25 અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

ભિલોડાના મોટા કંથારીયા સેજામાં મોટા કંથારીયા ગામે પોષણ ઉત્સવ 2024- 25 અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

અરવલ્લી જિલ્લાના ભિલોડા ઘટક-૨ના મોટા કંથારીયા સેજામાં મોટા કંથારીયા ખાતે પ્રોગ્રામ ઓફિસર શિલ્પાબેન ડામોરના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ 2024- 25 અંતર્ગત વાનગી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ટી એચ આર અને મિલેટ્સમાંથી વાનગીઓ બનાવી નિદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્ય, પ્રાથમિક શાળાના આચાર્ય, હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય, વાંકાટીંબા પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ, ભિલોડા ઘટક-૨ ના સીડીપીઓ, સુપરવાઇઝર અને ભિલોડા ઘટક-૨ના તમામ સ્ટાફ તેમજ મોટા કંથારીયા સેજાના 27 આંગણવાડી કેન્દ્રના સગર્ભા, ધાત્રી, કિશોરીઓ, તેમજ બાળકોના વાલીઑ મળી કુલ 170 જેટલા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આંગણવાડી માંથી મળતા ટી એચ આર માંથી તેમજ મિલેટ્સ માંથી વિવિધ 60 જેટલી પૌષ્ટિક વાનગીઓ બનાવી સ્પર્ધા નું આયોજન કરેલ હતું. જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર લાભાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. સાથે જ લાભાર્થીઓ દ્વારા icds માંથી મળતા લાભો અને સેવાઓ વિશેના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા. માનનીય પ્રોગ્રામ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો.

 

Back to top button
error: Content is protected !!