GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

ડાંગ જિલ્લાનાં બરડીપાડાથી દુલધા તરફ જતા દંપતીને અકસ્માત નડ્યો,એકનું મોત નિપજ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગના બંધપાડા ગામના ફાટક તથા ધુલદા ગામના ફાટક વચ્ચે બોરીપાટ નામે ઓળખાતી જગ્યાએ મોટરસાયકલ ચાલકે સંરક્ષણ દીવાલ સાથે અથડાવી દેતા ગંભીર અક્સ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 24 વર્ષીય મહિલાનું મોત નિપજ્યુ હતુ.અને યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સુબીરના સાજુપાડા ગામના વિશાલભાઈ અનિલભાઈ ગામીત પોતાની પત્ની હર્ષિદાબેન સાથે તેમના  કબજાની મોટરસાયકલ રજી. નં.GJ -30-C-2071 પર સવાર થઈ ને બરડીપાડા થી દુલધા તરફ જતા હતા.ત્યારે બરડીપાડા- મહાલ રોડ ઉપર આવેલ બંધપાડા ગામના ફાટક તથા ધુલદા ગામના ફાટક વચ્ચે બોરીપાટ નામે ઓળખાતી જગ્યાએ વિશાલભાઈએ પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી, ગરનાળાની સંરક્ષણ દિવાલને અથડાવી દેતા ગંભીર અક્સ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં પાછળ બેસેલ પત્ની   હર્ષિદાબેનને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેણીનું મોત નિપજ્યું હતુ.તેમજ વિશાલભાઈ ને પણ શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમને વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.આ અકસ્માતને પગલે સુબીર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે.હાલમાં સુબીર પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!