અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં સાઠંબા પંથકમાં હત્યા કેસમાં બે લોકોને આજીવન કેદની સજા ફટકાવતો કોર્ટનો હુકમ
અરવલ્લી જિલ્લામાં સાઠંબા પંથકમાં હત્યા કેસમાં બે લોકોને આજીવન કેદની સજા ફટકાવતો હુકમ કર્યો છે…. આ સાથે જ પચ્ચીસ પચ્ચીસ હજારો રૂપિયાનો દંડ પણ કર્યો છે.વર્ષ 2021માં એક મહિલા અને બાળકની હત્યા કરવામાં આવી હતી.આરોપીઓએ મૃતદેહોને હઠીપુરા ગામની સીમમાં નાની ખારી તળાવની પાળ નજીક અવવારૂ જગ્યાએ નાખી દીધી હતી.સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા પોલિસે ગુનો દાખલ કર્યો હતો, પોલિસે એટ્રોસિટી એક્ટ તેમજ હત્યાનો ગુનો દાખલ કરી, તપાસ હાથ ધરી હતી, જે મામલે અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી જતાં, સરકાર તરફે,મજબૂત પુરાવાઓ રજૂ કરતા, આરોપીઓને તક્સીરવાર ઠેરવી,સજાનો હુકમ કર્યો છે.