વધુ એક વિજચોરીના ગુનામાં સજા કરતી અદાલત
વિજચોરી ગુનામાં સજા અને દંડનો હુકમ કરતી લાલપુર કોર્ટ
જામનગર (ભરત ભોગાયતા)
સ્પે. ઈલેક્ટ્રીસીટી કેસ નં. ૧૪૨/૨૦૨૩
પોલીસ સ્ટેશન : જી.યુ.વી.એન.એલ. પો. સ્ટે.
સેકન્ડ ગુન્હા રજી.નં. : ૨૦૧૧/૨૦૨૦
ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટ કલમ – ૧૩૫
સને ૨૦૨૫ ના ઓકટોબર માસની ૧૦મી તારીખે સ્પે. ઈલેક્ટ્રીસીટી કેસ નંબર : ૧૪૨/૨૦૨૩ માં ના આરોપી બોધાભાઈ માલદેભાઈ ગુજરીયા ઉ.વ.૫૦, ધંધો – મજુરી, રહે. પીપળી રેલ્વે સ્ટેશન પાસે, ચારણનેસ,તા.લાલપુર, જી. જામનગર ને (૧.) આ કામના આરોપી બોધાભાઈ માલદેભાઈ ગુજરીયા, રે.ચારણનેશ, રેલ્વે સ્ટેશન પાસે, પીપળી, તા.લાલપુર, જી. જામનગરવાળાનીઓને ઈલેક્ટ્રીસીટી એકટ, ૨૦૦૩ ની કલમ- ૧૩૫ મુજબના શિક્ષાપાત્ર ગુનામા તકસીરવાન ઠરાવી,લાલપુર કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા અને દંડ રૂા.૨૦,૦૦૦/- (અંકે રૂપીયા વીસ હજાર પુરા) નો દંડ અદાલત દ્વારા કરવામા આવ્યો છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ૩ માસની કેદની સજા કરવાનો હુકમ કરવામા આવેલ છે.
જામનગર જીયુવીએનએલ પોલીસ સ્ટેશન સાવ ઓછા સ્ટાફ સાથે વિજચોરીના ગુનામાં તપાસ સહિતની જવાબદારી વાળી ફરજ નિભાવે છે અને કેસ ને કોર્ટમાં મજબુતિથી રજુ કરે છે જેથી ગુનો થયો છે તો સજા પણ થાય તે માટે આદાલતમાં રજુ કરવાના જરૂરી પુરાવા એકઠા કરવા સહિતની જહેમત ઉઠાવાતી હોય છે બીજી તરફ અદાલતમાં વીજચોરીના ગુનામાં સજા થાય તો વિજવિભાગના ઇજનેરો અને વિજવિભાગની પોલીસનો ઉત્સાહ વધે છે.
ઉપરોક્ત કેસમાં હેડકોન્સ્ટેબલ રણજીતસિંઘ લુબાના તપાસ ચલાવતા હતા તેઓએ જીણવટભરી તપાસ કરી અનેક કેસોની જેમ આ કેસને દાખલારૂપ અંજામ આપવા જહેમત ઉઠાવી હતી. ટુંકમાં આ કેસમાં સાર જોઇએ તો પીપલી ગામ ના બોઘાભાઈ માલદેવભાઈ ગુજરિયા ને 1 વર્ષ નિ સજા 20000 દંડ ગુન્હા રજી ન. 2011/2020 sp કેસ ન 142/2023 છે