
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વઘઈ ખાતે આચાર્યજે.એ.ભોયાના માર્ગદર્શન હેઠળ સપ્તધારા પ્રકલ્પ હેઠળ સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત એક દિવસીય “સર્જનાત્મક કાર્યશિબિર યોજવામા આવી.ભારતીય પરંપરા સાથે મહેમાનોનું કંકુના તિલક કરી સરસ્વતી વંદના સાથે દીપ પ્રાગટ્ય કરીસર્જનાત્મક કાર્ય શિબિરને ખુલ્લો મુકવામાં આવ્યો.મનુષ્ય તું બડા મહાન હૈ’ પ્રાર્થના દ્વારા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવામાં આવ્યો.સાથે મહેમાનોનુ નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.આ ‘સર્જનાત્મક કાર્યશિબિર’ સમારંભના ઉદઘાટક ડૉ.જે.ટી ચૌધરી (નિવૃત્ત આચાર્ય.સ.વિ.વા.કૉ.વાંકલ)ઉપસ્થિત રહ્યા હતા.સાથે ડૉ.એચ.જી.પટેલ અને મુખ્ય મહેમાન તરીકે ડૉ.ઠાકોર ચૌધરી હાજર રહ્યા હતા. આમંત્રિત મહેમાનોનું સ્વાગત કોલેજના આચાર્ય ડૉ.જે.એમ.ભોયા દ્વારા શાબ્દિક શબ્દો દ્વારા તેમજ પુષ્પગુચ્છ આપીને કરવામાં આવ્યું. આચાર્યએ સર્જનાત્મક અભિવ્યક્તિ માટે નવસર્જન, વિદ્યાર્થીમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવી, પ્રકૃતિનાં સાનિધ્યમાં રહીને કઈક નવું સર્જન કરવા વિધાર્થીઓને પ્રેરણાદાયી પહેલ કરી હતી.મુખ્ય મહેમાન ઠાકોર દ્વારા પ્રાકૃતિક ખેતી કરીને આપણા જીવનને રોગમુક્ત કરીએ. મધમાખીના ઉછેર કરી સર્જનાત્મક અભિવ્યક્તિ સાથે તમે આગળ વધવા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.સમારંભના અધ્યક્ષ ડૉ. હિતેશભાઈ પટેલનાં પ્રાસંગિક ઉદબોધનમાં આ કાર્ય શિબિરમાં પ્રકૃતિ સાથે જોડાવું અને સર્જનાત્મકતા એટલે વિચારોની કવિતા તેમજ વિદ્યાર્થીઓને પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા,હજારો રસ્તાઓ ખુલે છે ત્યારે વિચારો બદલાય છે અને પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરવા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતુ.આ સર્જનાત્મક કાર્ય શિબિરના ઉદઘાટક ડૉ.જે.ટી ચૌધરીનાં સંબોધનમા ‘વર્ગખંડની ચાર દીવાલ વચ્ચે શિક્ષણ સાથે બાહ્ય શિક્ષણ મળે તે પણ ખૂબ મહત્વનુ છે’ જણાવી વિદ્યાર્થીઓને પ્રકૃતિ તરફ વળો, કુદરતના સાનિધ્યમાં આવી નવું સર્જન કરવું, ‘સર્જનાત્મકતા શરમાળ પ્રેમિકા જેવી છે’- જે કવિતા દ્વારા વિદ્યાર્થીઓને સમજાવી. પ્રકૃતિના સાનિધ્યની વચ્ચે રહીને તમારામાં રહેલી શક્તિને બહાર લાવવાની જરૂર છે ,પ્રકૃતિ કુદરત સાથે ઓતપ્રોત રહીને સર્જન શક્તિ ખીલવવાની જરૂર છે વિદ્યાર્થીઓને પ્રેરણા તેમજ સૂચનો દ્વારા સર્જનાત્મક કાર્ય શિબિર માટે આશીર્વચન આપ્યા હતા.આ ‘સર્જનાત્મક કાર્યશિબિર’નુ આયોજન સપ્તધારા અધ્યક્ષ ડૉ.પ્રિતી પટેલ, IQAC કોઓડિનેર પ્રા.રાકેશભાઈ નાયકા, સર્જનાત્મક અભિવ્યક્તિધારા અધ્યક્ષ ડૉ.અક્ષયભાઈ બાગુલ તેમજ સાથી અધ્યાપકો,નોન ટિચિગ સ્ટાફ ના સહયોગથી સફળ બનાવવામાં આવ્યુ હતુ. વિધાર્થીઓએ સ્વરચિત કવિતા, ગીત, કિલાદ ઇતિહાસ, પર્ણ ની વિવિધ વસ્તુઓ બનાવી પોતાની પ્રતિભા પ્રસ્તુત કરી હતી. અંતે રાષ્ટ્રગીત દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી..




