AHAVADANGGUJARAT

તા.૯ મી એ સુરત ખાતે કોંકણી સમાજ વિકાસ મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સુરત શહેર કોંકણી સમાજ વિકાસ મંડલ સુરતનો ૧૫ મો સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ તા.૦૯/૦૨/૨૦૨૫ ના રવિવારના રોજ સવારે ૯-૩૦ કલાકે અલથાણ કોમ્યુનીટી હોલ, સોહમ સર્કલ, સુરત ખાતે રાખવામાં આવી છે. આ સાંસ્કૃતિ કાર્યક્રમમાં  ડાંગમાંથી ડાંગી નૃત્ય, વાંસદામાંથી તારપા અને કાહળી નૃત્ય અને લોકલ વિસ્તારમાંથી ધરતીવંદના સાથે પ્રકૃતિ સાથે સંકળાયેલા આદિવાસી જીવનશૈલીની કૃતિઓ સાથે ખેતી આધારિત નૃત્યશૈલીમાં રજૂ થશે. જેમાં સુરત, વલસાડ, ડાંગ, વઘઇ, આહવા, નવસારી, ચીખલી, વાંસદા તથા  કપરાડા સમાજના સંગઠનોના પ્રતિનિધિ જેવા કે પ્રમુખ/મંત્રી સાથે સમાજના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના આર્થિક ઉત્થાન, શિક્ષણ માટે અને ખાસ કરીને બાળકોને કારકિર્દી માર્ગદર્શન થકી શૈક્ષણિક સહાય થકી સમાજની રૂપરેખા તૈયાર કરવાની હોય છે. ગતવર્ષે ચેરીટી પ્રવૃત્તિઓ તરીકે ઉંડાણના વિસ્તરમાં બાળકોને શૈક્ષણિક સહાય જેવી કે નોટબુક વિતરણ, હોસ્ટેલમાં અનાજ, ધાબળા અને ગરીબ હોશિયાર વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી હતી. ૧૦ વર્ષથી આરોગ્ય નિદાન કેમ્પ તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિ મંડળ દ્વારા કરવામાં આવ્યું હોવાનું પ્રમુખ એમ.બી.માહલા અને મંત્રી જે.બી.પવાર દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!