BHARUCHNETRANG

નેત્રંગ : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગના પ્રચાર મંત્રીની બદલી થતા વિદાય સમારંભ યોજાયો…

પટેલ બ્રિજેશકુમાર નેત્રંગ

તા.૧૬/૧૦/૨૦૨૪

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગના પ્રચાર મંત્રીની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો. નેત્રંગ ખાતે પાછલા ત્રણ વર્ષ થી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગમાં જોડાઈ સાથ સહકાર આપનાર પ્રચાર મંત્રી લોરેન્સ ગાવિતની બદલી ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના દત્તનગર ખાતે થી પોતાના વતન આહવા ખાતે થતા તેઓનો વિદાય સમારંભ માતૃશાળા ખાતે યોજાયો હતો.

જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગના અઘ્યક્ષ રાજનભાઈ ગાંવિત, સંગઠન મંત્રી અંકિતભાઈ, સુનીલભાઈ, સહ મંત્રી શશીકાંતભાઈ તેમજ સાથી મિત્ર દર્શનભાઈ, હરેશભાઈ, જેવા તમામ સાથી મિત્રો હાજર રહી શુભકામનાઓ પાઠવી હતી m

Back to top button
error: Content is protected !!