જગાણાના લેખક રશ્મિન પ્રજાપતિના ‘પારખાં’ પુસ્તકનું લોકાર્પણ તથા વૈશાલી પ્રજાપતિના ચિત્રો પ્રદર્શનનું આયોજન

28 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જગાણાના લેખક રશ્મિન પ્રજાપતિના ‘પારખાં’ પુસ્તકનું લોકાર્પણ તથા વૈશાલી પ્રજાપતિના ચિત્રો પ્રદર્શનનું આયોજન.પાલનપુર તાલુકાના જગાણા ગામે આજે બંધુ સેવા ટ્રસ્ટ અને કલાસૃષ્ટિ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે લેખક રશ્મિન પ્રજાપતિના નવા પુસ્તક **’પારખાં’**નું કૃત નવલકથાનું લોકાર્પણ તથા ચિત્રકાર વૈશાલી પ્રજાપતિના ચિત્રોનું વિશેષ પ્રદર્શન યોજાયું હતું. સાહિત્ય અને કળાના આ અનોખા સમન્વયને સાહિત્યપ્રેમીઓ અને કલારસિકોએ ઉષ્માભેર આવકાર્યો હતો.લેખક રશ્મિન પ્રજાપતિની નવલકથા **’પારખાં’**માં ભારતીય સંસ્કૃતિ, ગ્રામ્ય જીવન અને માનવીય સંવેદનાઓને સ્પર્શતી કથાવસ્તુ રજૂ કરવામાં આવી છે. વિયોગની વેદનામાં વહેતી પ્રેમકથાના સ્વરૂપે સર્જાયેલી આ કૃતિનું વિમોચન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. સાથે વૈશાલી પ્રજાપતિના ચિત્ર પ્રદર્શનને પણ ઉપસ્થિતોએ ખૂબ વખાણ્યું હતું.જ્યારે સાહિત્ય સર્જક, લોકસાહિત્યના સંશોધક અને સંપાદક કનુભાઈ આચાર્યએ પુસ્તક અને નવલકથા અંગે વિશેષ વક્તવ્ય આપ્યું હતું.આ પ્રસંગે સાહિત્યકાર મણીભાઈ સુથાર, તથા વકીલ દિનેશભાઈ મકવાણા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તકનું પઠન હિદાયતભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.જગાણા સ્થિત પ્રજાપતિ સમાજની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધરમાભાઈ શ્રીમાળી, શ્રી ચંદુભાઇ એ.ટી.ડી, જિલ્લા સદસ્ય લક્ષ્મીબેન કરેણ, ડે. હરેશભાઈ કરેણ, આચાર્યશ્રી હરેશભાઈ ચૌધરી, શ્રી રતીભાઇ લોહ,(વરિષ્ઠ પત્રકારશ્રી ) સુભાષભાઈ સોનેરી, અહમદ હાડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સાહિત્યપ્રેમીઓ, કલારસિકો અને નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.








