ધાંગધ્રા નગરપાલીકા ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો
અકસ્માત નિવારણ, શી-ટીમ કામગીરી, મહિલા સુરક્ષા અંગે ચર્ચાઓ કરાઈ

તા.12/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા નગરપાલિકા ખાતે સીટી પોલીસે દ્વારા નગરપાલિકાના સુધરાઈ સભ્ય તથા આગેવાનો સાથે પોલીસ દ્વારા કરેલી કામગીરી સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઓનલાઇન છેતરપિંડી, સાવચેતી, ટ્રાફિક અવેરનેસ-માર્ગ સલામતિ અકસ્માત નિવારણ, શી-ટીમ કામગીરી તથા મહિલા સુરક્ષા અંગે ચર્ચાઓ કરાઈ હતી આ પ્રસંગે ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત સુધરાઇ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા નગરપાલિકા હોલ ખાતે પાલિકાના સુધરાઈ સભ્ય સાથે પરીસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા જેમાં સીટી પોલીસ દ્વારા કરવામા આવેલી સારી કામગીરીનુ પ્રવચન, કાર્યક્રમનો હેતુ, સાયબર ક્રાઇમ અવેરનેસ- ઓનલાઇન છેતરપિંડી, સાવચેતી, ટ્રાફિક અવેરનેસ-માર્ગ સલામતી અકસ્માત નિવારણ,સી-ટીમ કામગીરી તથા મહિલા સુરક્ષા પગલા, ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી, અવેરનેસ કાર્યક્રમ-ડ્રગ્સ નિવારણ અન્વયે અવગત કરાયા હતા ત્યારબાદ રજૂઆતો સાંભળવામાં આવી હતી જેમાં પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલ, પીએસઆઇ વી.એમ.વાઘેલા, પીએસઆઇ એ.કે.વાઘેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.



