BANASKANTHAGUJARATPALANPUR

ટોકરીયા શાળામાં માં -દીકરી સંમેલન યોજાયું

17 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

નીપુણ ગુજરાત અંતર્ગત માતાજૂથની મહત્વની જવાબદારી છે. તે અંતર્ગત પાલનપુર તાલુકાના ટોકરીયા પ્રાથમિક શાળામાં ભણતા દીકરીઓની માતાઓને “માં દીકરી સંમેલન કાર્યક્રમ ” અંતર્ગત શાળામાં આમંત્ર મળતા ગામની દીકરીની માતાઓએ શાળામાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શાળામાં માં અને દીકરીનું સાથે રેલી સ્વરૂપે આગમન થયું હતુ. પુષ્પ વૃષ્ટિ સાથે તેમનું આગમન થયું. શાળાની દીકરીઓએ જુદા જુદા ડાન્સ, નાટક, વક્તવ્ય વગેરે જેવા કાર્યક્રમો પોતાની માતા સમક્ષ રજૂ કર્યા. પોતાની દીકરીઓને આશીર્વાદ આપ્યા. આખું વાતાવરણ થોડી વાર ભાવવિભોર બની ગયું. લાગણીના તાણાવાણામાં ગૂંથાયેલો આ કાર્યક્રમ માતા પ્રત્યેના સ્નેહને પ્રદર્શિત કરતો હોઈ માં દીકરી સંમેલન કાર્યક્રમ ભાવવાહી બનતા સમગ્ર હાજર લોકો લાગણીશીલ બની ગયા હતા. કાર્યક્રમના અંતે દીકરીઓએ પોતાની માતાઓને પુષ્પ અને પુસ્તક આપી સન્માન કર્યું ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા આંખમાંથી આંસુ સરી પડયા . માતાઓએ પણ પોતાના પ્રતિભાવો આપ્યા અને પોતાની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે એવી અપેક્ષા રાખી હતી. શાળા દ્વારા આવેલ તમામ માતાઓને ચા અને નાસ્તો આપવામાં આવ્યો. સમગ્ર આયોજન શાળાના આચાર્ય બ્રિજેશભાઈ પરમાર ના માર્ગદર્શન હેઠળ થયું અને માં દીકરી સંમેલન નું આયોજન શાળાની શિક્ષિકા બહેનો દ્દ્વારા કરવામાં આવ્યું હતું. મા દીકરી સંમેલનનું સફળ આયોજન કરનાર શાળાની તમામ બહેનો એટલે કે કોકીલાબેન મકવાણા, ચંદ્રિકાબેન મેવાડા , રૂબીનાબેન આગલોડીયા, નીરલબેન પરમાર, પુષ્પાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!