દાહોદ નજીક આવેલ અનાસ રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી એક ૬૫ વર્ષિય અજાણ્યા મુસ્લિમ વૃધ્ધનો મૃતદેહ મળ્યો

તા.૦૬.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદ નજીક આવેલ અનાસ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રેલ્વે સ્ટેશનના બોર્ડ પાસે કોઈ કુદરતી રીતે મૃત્યુ પામેલ હોઈ તેવા અજાણ્યા ૬૫ વર્ષિય મુસ્લિમ વૃધ્ધનો મૃતદેહ હોવાની માહિતી મળતાં દાહોદ રેલ્વે પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં રેલ્વે પોલીસે મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ માટે મોકલી આપવામાં આવ્યાં હતાં. મૃતક વ્યક્તિએ શરીરે આખા બાયનો ઝબ્બો પહેરેલ છે. સફેદ કલરનો લેંગો, શરીરે મધ્યમ બાંધાના, શ્યામ વર્મન અને ઉંચાઈ ૫.૫ ઈંચ હોવાનું રેલ્વે પોલીસની તપાસમાં સામે આવ્યું છે. આ સંબંધે દાહોદ રેલ્વે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતક વૃધ્ધના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.




