
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૮ ડિસેમ્બર : ભુજ સેવન સ્કાય હોટેલ ખાતે ગ્રામ સ્વરાજ સંઘ નીલપર,રાપર(કચ્છ)ના સહયોગથી સરકારના આરોગ્ય વિભાગ અને સંસ્થાનાં કાર્યકરો અને પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિમર્શ બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમાજ સુરક્ષા અધિકારીશ્રી એન.એસ.ચૌહાણ, પ્રોગ્રામ ઓફીસર ICDS શ્રી દસરથ પંડ્યા, મહિલા અને બાળ વિભાગના પ્રતિનિધિ, અભિયાન સંસ્થા જયેશ લાલકા, સેતુ અભિયાન મનીષભાઈ આચાર્ય અને જિલ્લા બાળ સુરક્ષા એકમ વતીશ્રી આચુભાઈ મારવાડા અને જીતેન્દ્રભાઈ ગરવા હાજર રહ્યા હતા.પ્રોગ્રામનું કેન્દ્રબિંદુ આરોગ્યલક્ષી હતું, જેમાં રાપર, લખપત અને અબડાસાનાં અંતરિયાળ ગામોમાં વસતા લોકો સુધી તમામ સુવિધા પ્રાપ્ત થાય. તેમજ નવજાત બાળકો કુપોષિત ન રહે તેમજ સગર્ભા બહેનો તમામ સુવિધા મળી રહે તેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તથા લાભથી કોઈ વંચિતનાં રહે તેની ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે બાળ લગ્ન મુક્ત ભારત, નશા મુક્ત ભારત અને પાલક માતા-પિતા યોજના, પોક્સો/JJ ACT અંતર્ગત જન જાગૃતિ ફેલાય તે વિષે ચર્ચા કરવામાં આવી હતી.





