CHHOTA UDAIPURGUJARATNASAVADI

સંખેડા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાશે.

મૂકેશ પરમાર,, નસવાડી
સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાશે
  છોટાઉદેપુર જિલ્લા રોજગાર કચેરી ,દ્વારા  ધો.8 પાસ ,10 પાસ ,.આઈટીઆઈ,12 પાસ ,ડીપાલોમા તેમજ ગ્રેજ્યુએટ,બીઈ જેવી  લાયકાત ધરાવતા  ૧૮ થી ૩૫ વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે  તા.૨૭.૦૯.૨૦૨૯ના સવારે ૧૦.૦૦ વાગે સમસ્ત તડવી સમાજની વાડી,હાંડોદ  રોડ,સંખેડા રોડ, છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાશે.ભરતી મેળામા છોટાઉદેપુર,વડોદરા,પંચમહાલ અને અમદાવાદ જિલ્લાના ૧૨ થી વધારે નોકરીદાતા દ્વારા ટેકનીકલ અને નોન ટેકનીકલ ૬૦૦ જેટલી જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવા હાજર રહેશે.ભરતી મેળામા ઉમેદવારોને  ફ્રી વોકેશનલ તાલીમ કોર્ષ  તેમજ અગ્નીવીર તથા સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટેની ફ્રી  નિવાસી તાલીમ યોજનાના ફોર્મ ભરવામા આવશે તેમજ સ્વરોજગાર લોન સહાય યોજના અંગે તેમજ વિદેશમા રોજગારી અને શિક્ષણની તકો માટે  સેફ લીગલ માઈગ્રેશન  અંગે ફ્રી  માર્ગદર્શન આપવામા આવશે તેમજ ઓનલાઈન રોજગાર મેળવવા  અનુબંધમ પોર્ટલ અને એનસીએસ પર નામ નોંધણી કરવા  કેમ્પ યોજાશે.રસ ધરાવતા  ઉમેદવારોને ૫ બાયોડેટા સાથે ભરતી મેળામા સ્વ ખર્ચે હાજર રહેવા  રોજગાર અધિકારી છોટાઉદેપુરની એક અખબારી યાદીમા જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!