વઢવાણમા યુનીટી માર્ચ અંતર્ગત જિલ્લા કક્ષાની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વઢવાણ સ્વામિનારાયણ મંદિર, વઢવાણથી શરૂ થયેલી પદયાત્રાનું હનુમાનજી મંદિર નાના કેરાળા ખાતે સમાપન

તા.18/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વઢવાણ સ્વામિનારાયણ મંદિર, વઢવાણથી શરૂ થયેલી પદયાત્રાનું હનુમાનજી મંદિર નાના કેરાળા ખાતે સમાપન, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષમાં એકતા મંત્રને જન-જન સુધી પહોંચાડવા રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ વઢવાણ વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાઈ હતી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રાએ હર ઘર સ્વદેશી-ઘર સ્વદેશીના સંદેશને મજબૂત બનાવ્યો હતો આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આજે સૌના માટે ગૌરવ અને આનંદનો દિવસ છે સરદાર સાહેબે આ દેશના નાના મોટા ૫૬૨ રજવાડાઓને એક કરીને ‘એક ભારત’ની સ્થાપના કરી હતી જેના કારણે તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાય છે ૩૧મી ઓક્ટોબર, ૧૮૭૫ના રોજ નડિયાદ પાસેના કરમસદમાં જન્મેલા સરદાર સાહેબની વર્ષ ૨૦૨૫માં ૧૫૦મી જન્મ જયંતિ છે, જેની ઉજવણી સમગ્ર ભારતની અંદર શતાબ્દી તરીકે થઈ રહી છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણે ભાગ્યશાળી છીએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરી છે આ પ્રતિમાની મુલાકાત આજે વર્ષે ૫૦ લાખ લોકો લઈ રહ્યા છે સરદાર સાહેબ કહેતાં હતાં કે સાચું કહેવાની હિંમત રાખો, કાળજું સિંહનું રાખો, અન્યાયની સામે અવિરત લડ્યા રાખો, પણ ઘરની વાત ઘરમાં રાખો.આ સાથે વધુમાં, તેમણે ઉમેર્યું હતું કે ૨૦૨૫નું વર્ષ બંકિમચંદ્ર ચટોપાધ્યાયજીએ ૧૮૭૫માં રચેલા વંદે માતરમ ગીતની પણ ૧૫૦મી જન્મ જયંતિનું વર્ષ છે વંદે માતરમ ગીતએ માં ભારતીને વંદન કરવા માટે અને રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરવા માટે આપણને સૌને જોડવાનું કામ કરે છે આ પદયાત્રામાં સૌને રાષ્ટ્ર ભાવના સાથે જોડાઈને, દરેક વ્યક્તિના હૃદયમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર થાય તેવી પ્રેરણા આ યાત્રાના માધ્યમથી મેળવવા અનુરોધ કર્યો હતો અગ્રણી ગૌતમભાઈ ગેડીયાએ રાષ્ટ્ર એકતા પ્રત્યે સરદાર વલ્લભભાઈ પટેલના અડગ મનોબળ અને ભગીરથ પ્રયત્નોનું ભાવ સ્મરણ કર્યું હતું વઢવાણ સ્વામિનારાયણ મંદિરથી શરૂ થયેલી આ પદયાત્રાનું હનુમાનજી મંદિર, નાના કેરાળા ખાતે સમાપન થયું હતું આ યુનિટી માર્ચમાં જોડાયેલા સૌ નાગરિકોએ સ્વદેશી અપનાવવાના અને આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના સામૂહિક શપથ લીધા હતાં આ કાર્યક્રમમાં પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી માધવેન્દ્ર પ્રસાદજી, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, ધીરુભાઈ સિંધવ, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગ્વહાણે, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા સહિત પદાધિકારીઓ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.





