ડાંગ જિલ્લાનાં સાપુતારાનાં બ્રિજ ઉપર એક આઈસર ટેમ્પાએ ઈકોગાડીને અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો..
MADAN VAISHNAVNovember 8, 2024Last Updated: November 8, 2024
2 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ નવસારીનાં પ્રવાસીઓ ઈકો ગાડી.ન.જી.જે.19.બી.એ.7507 લઈ સાપુતારા ખાતે ફરવા માટે આવ્યા હતા.તે દરમ્યાન સાપુતારાનાં બ્રિજ પર સામેથી એક આઈસર ટેમ્પોનાં ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી ઈકો ગાડીને અડફેટમાં લેતા સ્થળ પર ઈકોગાડી બ્રિજ પર સંરક્ષણ એંગલ સાથે ભટકાઈને નીચે ખાબકતા બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી.સાથે ઈકો ગાડીનાં બોનેટનાં ભાગે જંગી નુકસાન થયુ હતુ.આ અકસ્માતનાં બનાવમાં ઈકો ગાડીમાં સવાર તમામ પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી..
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVNovember 8, 2024Last Updated: November 8, 2024