
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતનનાં ડાંગ જિલ્લામાં આવેલ વઘઇ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.વી.કે.ગઢવીનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે આ વર્ષે દિવાળી અને નવા વર્ષની ઉજવણી એક અનોખી અને પ્રેરક પહેલ દ્વારા કરી છે.વઘઇ પોલીસ સ્ટાફે વઘઇ નજીક આવેલી કોટવાળીયા વસાહત ખાતેનાં ગરીબ પરિવારોના ઘરોની મુલાકાત લીધી હતી અને તેમને મીઠાઈનું વિતરણ કર્યું હતુ.પોલીસ કર્મચારીઓએ માત્ર કાયદો-વ્યવસ્થાની ફરજ પૂરતી સીમિત ન રહેતા, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો સાથે ખુશીના આ પર્વની ઉજવણી કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ હતુ.ગરીબ પરિવારોમાં મીઠાઈ વિતરણ અને નવા વર્ષની શુભકામના વઘઇ પોલીસ સ્ટેશનના જવાનોએ વસાહતના દરેક ઘરે જઈને પરિવારના સભ્યોને મીઠાઈ આપી હતી અને આવનારું નવું વર્ષ સુખ-શાંતિથી ભરેલું રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.વઘઇ પોલીસની આ ઉષ્માભરી મુલાકાતથી વસાહતના લોકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. ખાસ કરીને, જ્યારે પોલીસકર્મીઓએ નાના બાળકોના હાથમાં મીઠાઈ મૂકી, ત્યારે તેમના મુખ પરનું સ્મિત જોઈને પોલીસ સ્ટાફને પણ અનેરો સંતોષ થયો હતો.વઘઇ પોલીસ દ્વારા કરાયેલા આ પ્રયાસથી પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધોમાં વધુ મધુરતા આવી છે. આ કાર્યક્રમ દ્વારા પોલીસે એ સંદેશ આપ્યો છે કે તેઓ કાયદાના રક્ષકની સાથે સાથે સમાજના મિત્ર અને મદદગાર પણ છે. કોટવાળીયા વસાહતના સ્થાનિકોએ વઘઇ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.વી. કે ગઢવી સહીત સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.




