RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ‘ચૂંટણીમાં તમારો મત જરૂરથી આપજો’: ક્રિકેટર ચેતેશ્વર પુજારાની રાજકોટિયન્સને ખાસ અપીલ

તા.૨૪/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આઈ.પી.એલ.ના વ્યસ્ત શિડ્યૂલ વચ્ચે પણ નાગરિકોને મતદાન માટે આપ્યો ખાસ સંદેશ

Rajkot: રાજકોટના વતની જાણીતા ક્રિકેટર, રાજ્ય ચૂંટણીપંચના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી ચેતેશ્વર પુજારાએ રાજકોટિયન્સને ૨૬મી એપ્રિલ ને રવિવારે ચૂંટણીમાં મતદાન કરવા ખાસ અપીલ કરી છે.

આઈ.પી.એલ.ના અતિ વ્યસ્ત શિડ્યૂલ વચ્ચે ચૂંટણીમાં મતદાનની અપીલ કરતા શ્રી ચેતેશ્વર પુજારાએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે, તા. ૨૬મી એપ્રિલ ૨૦૨૬ ને રવિવારના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં આપનો કિંમતી અને પવિત્ર મત આપજો અને લોકશાહીના પર્વને સફળ બનાવજો.

Back to top button
error: Content is protected !!