RAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટમાં વોર્ડ નં. ૭, ૮, ૯ના મતદારો માટે તા. ૨૬મીએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે

તા.૨૪/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ અંતર્ગત તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતદાનનું આયોજન કરાયું છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી અન્વયે વોર્ડ નં. ૭, ૮ તથા ૯ માટે નિયત થયેલા મતદાન મથકો ખાતે સવારે ૦૭:૦૦ કલાકથી સાંજે ૦૬:૦૦ કલાક સુધી મતદાન થનારુ છે. જે માટે તા. ૨૬ના રોજ સવારે ૦૬:૦૦ કલાકથી સાંજે ૦૭:૦૦ કલાક સુધી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. લોકો જરૂર પડ્યે કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર ૦૨૮૧-૨૯૯૦૦૪૮ અથવા dso.rjt@gmail.com પર સંપર્ક કરી શકશે, તેમ રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.




