RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા ગ્રામ્યમાં મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી માટે હેલ્પીંગ બુથ ઊભા કરી શકાશે નહીં

તા.૨૪/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ માટે તા.૨૬/૦૪/૨૦૨૬ મતદાન અને તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ મત ગણતરી થશે. મતદારો નિર્ભયતાથી અને શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ, રાજકોટ ડો.ઓમ પ્રકાશ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં તા.૨૬/૦૪/૨૦૨૬ના સવારના ૭-૦૦ કલાકથી રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી તથા જો પુનઃમતદાનનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેવા કિસ્સામાં તા.૨૭/૦૪/૨૦૨૬ના સવારના ૭–૦૦ કલાક થી રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી કેટલાક પ્રતિબંધાત્મક આદેશો અમલી રહેશે. જેમાં,

૧. ચૂંટણી માટેના ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે અન્ય કોઈપણ વ્યકિત મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી માટે હેલ્પીંગ બુથ ઉભા કરી શકશે નહીં અને એક જ મંડપ બાંધી શકાશે તેમજ તેમાં એક ટેબલ અને બે ખુરશી જ રાખી શકાશે. તડકાથી/વરસાદથી રક્ષણ માટે છત્રી અથવા તાડપત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે પરંતુ મંડપની ફરતે કંતાન કે પછેડી જેવી આડશ લગાવી શકાશે નહીં.

૨. કોઈપણ વ્યકિત મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.

આ હુકમમાંથી ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારી/કર્મચારીઓને, ફરજ ૫૨ના પોલીસ/એસઆરપી-હોમગાર્ડ/પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને મુક્તિ આપવામાં આવેલ છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

Back to top button
error: Content is protected !!