RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ચૂંટણી સંબંધિત ફરિયાદ માટે ૨૫ તથા ૨૬મી એપ્રિલના રોજ ચૂંટણી પંચનો કંટ્રોલરૂમ કાર્યરત રહેશે

તા.૨૪/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

નાગરિકો ફોન કરીને ચૂંટણી સંબંધિત રજૂઆત-ફરિયાદ કરી શકશે

Rajkot: રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનાર છે.

આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકો પોતાની રજૂઆતો કરી શકે તે માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર ખાતે ખાસ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ માટે ૦૭૯ ૨૩૨ ૫૫૯૫૧, ૦૭૯ ૨૩૨ ૫૫૯૫૩ તેમજ ૦૭૯ ૨૩૨ ૫૭૩૮૧ અને ૦૭૯ ૨૩૨ ૫૭૩૮૩ નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે ૨૫ તથા ૨૬મી એપ્રિલના રોજ કાર્યરત રહેશે. ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદ અથવા પ્રશ્નો હોય તો નાગરિકો આ ફોન નંબર પર સંપર્ક કરીને પોતાની રજૂઆત નોંધાવી શકશે.

Back to top button
error: Content is protected !!